બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર-53 ઉપર બારડોલી તરફથી પુરઝડપે પલસાણા તરફ જતી લાલ રંગની હ્યુડાઈ આઈ-20 જીજે/05/આરજી/8173ના ચાલકે કણાવ ગામના પાટિયા પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી કારને હાઈવેની બાજુમાં ઉતારી બેકાબુ બનેલી કાર હાઈવેની બાજુમાં આવેલ બીરિયાની દુકાન ચલાવતા અને મલેકપોર ગામમાં રહેતો 24 વર્ષીય યુવક અબુઝર અસલમ મલેક દુકાનની બહાર મોટરસાઇકલ જીજે/19/બીસી/4880 લઈ ઉભેલા અને સાથે અનિલ અરવિંદભાઈ પણ હતા રાઠોડ જે બંનેને અડફેટમાં લીધા હતાં. ત્યારબાદ કાર દુકાનદારની વેન જીજે/05/સીએલ/2407 ટકરાઈ દુકાનની બાજુમાં આવેલ ગોરસ આમલીના ઝાડ સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં દુકાનદાર અબુઝર અસલમ મલેક અને અનીલ રાઠોડ કાર નીચે દબાઈ ગયા હતા અને વેન પલટી ગઈ હતી.
આ અકસ્માત કાર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા કાર નીચે દબાયેલા બંનેને બહાર કાઢી 108નીમદદથી નવસારીની યસફિન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા, જ્યાં અબુઝર અસલમ મલેકનું મોત નીપજ્યું હતું અને અનિલ રાઠોડની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનવા અંગે અબુઝર મલેકના પડોશી ગુલામ મલેકે પલસાણા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500