સુરતના ઓલપાડ તાલુકાનાં લવાછા ગામે બુટલગેરો વિદેશી દારૂ સગેવગે કરી રહયા હતા. તે સમયે એલસીબી પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં લવાછા ગામે આવેલ ખેતરાડી ફળિયામાં રહેતા બુટલેગરે પોતાના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ ભરેલ એક કાર મૂકી હતી અને આ વિદેશી દારૂનો જથ્થો તેઓ સગેવગે કરવાની પેરવીમાં હતા. જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળતા પોલીસે સ્થળ પર જઈ રેડ કરી હતી.તે દરમિયાન બાતમી મુજબની કાર નંબર જીજે/05/સીકે/5385 મળી આવી હતી અને તેમાંથી વિદેશી દારૂની તેમજ બીયરની કુલ 1860 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,28,800/- સાથે એક ઈસમ શ્રેયાંશ ઉર્ફે સાગર મયુર કોળી પટેલ (રહે.આડમોર,નિશાળ મહોલ્લો,ઓલપાડ) નાને ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા 5,28,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર કિરીટ ઉર્ફે કાંચો ધીરૂભાઇ પટેલ (રહે.લવાછા ગામ,ખેતરાડી ફળીયુ તા.ઓલપાડ) તેમજ આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મનહર ઉર્ફે માર્સલ ઉર્ફે મકો મગનભાઇ પટેલ (રહે.આડમોર નિશાળ મહોલ્લો,ઓલપાડ)બે ના ઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500