Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી 10 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એકની ધરપકડ

  • November 15, 2021 

સુરતના માંગરોળ તાલુકાની હથુરણથી ધામદોડ તરફ જતા આવેલી નહેર ઉપર દમણથી ટેમ્પો મંગાવી પોતાના વાહનોમાં કટિંગ કરતો અંકલેશ્વર પાનોલી ગામનો લિસ્ટેડ બુટલેગર શકીલ રફીક સૈયદ જે  ભરૂચ બાજુ લઈ જઈ રહ્યો છે તેવી મળેલ ખાનગી બાતમીના આધારે કોસંબા પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા સાથળ પરથી એક ટેમ્પો નંબર એમએચ/43/એડી/3002માં વિદેશી દારૂનો જથ્થો ત્યાં ઉભેલી વેરના કાર નંબર જીજે/05/સીએલ/7081 અને સ્વિફ્ટ કાર નંબર જીજે/05/સીજે/5785 તેમજ ઇનોવા કાર નંબર જીજે/16/બીજી/9634 તથા ઇકો નંબર જીજે/16/બીજી/6861 ગાડીઓમાં કેટલાક માણસો વિદેશી દારૂના બોક્સ મૂકી રહ્યા છે તેમ જ કેટલાક બોક્સ જમીન પર મૂકી રહ્યા છે જેથી પોલીસે આ તમામનો ઘેરો કરી રેડ કરી હતી જોકે કેટલાક ઈસમો પોલીસને જોઈને રાત્રીના અંધારામાં લાભ લઈ ભાગી છૂટયા હતા. પરંતુ પોલીસને પાનોલી ખાતે રહેતો અને આ દારૂનો જથ્થો મંગાવનાર શકીલ રફીક સૈયદને ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

 

ત્યારબાદ પોલીસ પૂછપરચમાં તેણે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો તેણે બાબુ નામના ઈસમ પાસેથી દમણથી મંગાવ્યો હતો અને ત્યાંથી ભાગી છૂટેલા ગાડીના ડ્રાઈવર હતા જેમાં લખુભાઇ વસાવા, દશરથ મનહર વસાવા, રામભાઈ વસાવા દારૂનો જથ્થો લઇને આવેલા ટેમ્પાના ચાલકનું નામ ખબર ન હોય તે નામ જણાવ્યું હતું કે, પોલીસે ટેમ્પામાં ભરેલું તેમજ આ ચારેય કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ તેની ગણતરી કરતા પોલીસને કુલ 10,47,600/-ની કિંમતનો 225 પેટી જેમાં 8316 અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારુ તેમજ બિયરની બોટલા હોય પોલીસે તેનો કબ્જો લઈ કુલ ચાર ગાડી ટેમ્પો કુલ મળીને 41,59,300/- મુદ્દામાલ ઝડપી એકની ધરપકડ કરી ભાગી છુટેલા અન્ય ગાડીઓના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application