સુરતના બારડોલી તાલુકાનાં નાંદીડા ચાર રસ્તા નજીક પિકઅપના ચાલકે એક બાઇક ઉપર સવાર ત્રણ યુવકોને અડફેટે લીધા હત જયારે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ યુવકો પૈકી બે યુવકોના મોત નિપજ્યાં હતા. આ યુવકો રાત્રિ દરમિયાન કેદારેશ્વર મંદિરે દર્શન માટે ગયા હતા અને ત્યાંથી પરત તેન ગામે આવેલ તેમના ઘરે જઇ રહ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના તેન ગામે નવું ફળિયુંમાં રહેતા મયુર સુમનભાઈ રાઠોડ કે જેઓ કડોદરા ખાતે મીલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ રાત્રિના 12 વાગ્યાની આસપાસ તેમનો મિત્ર કિરણ મનુભાઈ ઢોડિયા (રહે.બારડોલી,સુરતી ઝાપા) તેન ખાતે પહોંચ્યો હતો. અને ફરવા જવાનું કહેતા મયુર રાઠોડ તથા તેના કાકાનો દીકરો દિવ્યેશ જયંતિભાઈ રાઠોડ અને કિરણ ઢોડિયાની પલ્સર બાઇક નંબર જીજે/19/એએફ/6666 ઉપર બેસી કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે નાંદીડા ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક પિકઅપ નંબર એમએચ/01/એલએ/3833ના ચાલકે આ યુવકોની બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ પિકઅપ પલ્ટી ગઈ હતી. જયારે સર્જાયેલા આ અકસ્માતમાં દિવ્યેશ રાઠોડ તેમજ કિરણ ઢોડિયા પિકઅપ નીચે દબાય ગયા હતા. રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવી આ યુવકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ યુવકો પૈકી એકનું મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500