Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પાલિકા કમિશનરે ડુમસ બીચનું નિરીક્ષણ કરી ડુમસ બીચ ડેવલપમેન્ટ માટેનાં આયોજન માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ

  • July 31, 2023 

સુરતીઓના એક માત્ર મનોરંજન માટેની ડુમસ ચોપાટીને ડુમસ સી ફેઝ તરીકે ડેવલપ કરવા માટેનું આયોજન હવે ફાઈલ માંથી બહાર આવી રહ્યું છે. પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે ડુમસ બીચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડુમસ બીચ ડેવલપમેન્ટ માટેના આયોજન માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આજે સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલ ટીમ સાથે ડુમસ પહોંચી ગયા હતા. તેઓએ ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટે ડુમસ બીચનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.



આ પ્રોજેક્ટ માટે જેનું આયોજન કરાયું છે તેવા વોક વે, ગાર્ડન એરિયા, સ્કલપચર, બીચ સ્પોર્ટ્સ જેવી સુવિધા ઉભી કરવા માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડુમસ બીચ ખાતે આવેલ દરિયા ગણેશના મંદિર પાસે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને ચાલવા માટેની જગ્યા તથા બેસવા માટેની સુવિધાઓના આયોજન બાબતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ડુમસ સી ફેસના વિકાસ પ્રોજેક્ટને ધ્યાનમા રાખી આસપાસના વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ અથવા પે એન્ડ યુઝ પાર્કનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application