સુરતના વરાછા મારૂતી ચોક ભરતનગર સોસાયટીમાં આવેલ શિવમ મની ટ્રાન્સફરના માલીક બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ઓફિસ બંઘ કરી ઘરે જવા માટે બાઈક ચાલુ કરતા હતા. તે વખતે પાછળથી આવેલા બે અજાણ્યાઓ રોકડા ૯૦,૦૦૦/- મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપીયા ૧.૧૧ લાખના મતાની લૂંટ કરી નાસી ગયા હતા. વરાછા પોલીસના જણાવ્યા મુજબ, મોટા વરાછા ગજેરા સ્કુલની બાજુમાં સુંદરમ રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના ખાંબા તાલુકાના રાણીગપરા ગામના વતની ૪૨ વર્ષીય સતીષભાઈ રામજીભાઈ કાપડીયા વરાછા મારૂતી ચોક ભરતનગર સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી શિવમ મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવે છે. સુભાષભાઈ રાત્રે સાડા આઠેક વાગ્યે ઓફિસ બંધ કરી રોકડા ૯૦ હજાર, ઓફિસની ફાઈલ, સહિતના દસ્તાવેજા બેગમાં મુકીને ઘરે જવા માટે ઓફિસની બહાર પાર્ક કરેલી બાઈક ચાલુ કરતા હતા.તે વખતે પાછળથી આવેલા બે અજાણ્યાઓએ કોઈ સાધનથી હુમલો કરી ખભા પર લટકાવેલ બેગ લૂંટી મારમારતા નીચે પડી જતા લૂંટારૂઓ બેગ, મોબાઈલ અને બાઈક લૂંટી નાસી ગયા હતા. સુભાષભાઈને માથામાં, નાક, કાનના ભાગે ઇજા પહોચી હતી. સુભાષભાઈને નજીકમાં આવેલી સોડા સેન્ટરમાંથી હિતેશ દોડી આવી ઉભા કર્યા હતા. અને તેના ભા વિપુલને ફોન કરી જાણ કરતા તેઅો ઘટના સ્થળે આવી સુભાષભાઈને ૧૦૮ એ મ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લૂંટારૂઓ રોકડ રકમ, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા ૧,૧૧,૦૦૦/-ના મતાની લૂંટ કરી ભાગી ગયા હતા. બનાવની જાણ થતા વરાછા પોલીસની ટીમ હોસ્પિટલમાં પહોચી ગઈ હતી અને સુભાષભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500