Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ ખાતે રહેતી હાર્મીબેન વઘાસીયા લાપતા

  • December 11, 2021 

સુરતનાં કામરેજ ખાતે હરીવીલા સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતી ઘરેથી બ્યુટીપાર્લરમાં જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતાં પરિવારજનોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજ ખાતે નનસાડ રોડ ઉપર આવેલ હરીવીલા સોસાયટીમાં મકાન નંબર-57માં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના જીથુડી ગામના વતની જયસુખભાઇ કાળુભાઇ વઘાસીયા કે જેઓ મંડપ સર્વિસનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જોકે તેમની 18 વર્ષીય પુત્રી હાર્મીબેન કે જે ઘરેથી બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ તે પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી તેની કોઈ ભાળ ન મળતા આખરે યુવતીના પિતાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application