ઉધના મેઈન રોડ દીપરેખા કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા ગ્રીન હેવન ઈન્ડીયા ડેલવોપર પ્રા.લી ગ્રુપ દ્વારા ભરુચના અંકલેશ્વર ખાતે રેસીડન્સી પ્લોટીંગનું આયોજન કરી ટાઈટલ ક્લીયર, એન.એ. પ્લાન પાસ હોવાની લોભામણી જાહેરાતો કરી જણાવી ૨૭ જેટલા પ્લોટ હોલ્ડરો પાસેથી લાખો રૂપિયા ઉસેડી લીધા બાદ કબજા નહી આપી છેતરપિંડી કરતા પ્લોટ હોલ્ડરની ફરિયાદને આધારે પોલીસે બિલ્ડર ગ્રુપ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ હેલ્થ સેન્ટરની પાછળ હરેકૂષ્ણ સોસાયટીમાં રહેતા જયેન્દ્ર ચતુરભાઈ મૂળજીભાઈ હીંગળાદીયા (ઉ.વ.૩૫) લલીતા ચોકડી આંબાતલાવડી રોડ શીવ કોમ્પ્લેક્ષમાં શ્રી આર્ટ ગ્રાફિક્સ ડીઝાઈનર એન્ડ પ્રિન્ટીંગના નામે ઓફિસ રાખી વેપાર ધંધાની સાથે એલઆઈસી વિમા એજન્ટ તરીકે પણ કામ કરે છે. જીતેન્દ્રભાઈએ ઉધના મેઈન રોડ દીપરેખા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ગ્રીન હેવન ઈન્ડીયા ડેવલોપર લી.ના ભાગીદાર કેતન અરવિંદ પટેલ (રહે.હોરીજાન હાઈટ્સ વેસુ વીઆઈપી રોડ), અમિત અરવિંદ પટેલ (રહે.હોરીજાન હાઈટ્,વેસુ), ભુપેન્દ્ર ત્રીભુવનદાસ પટેલ (રહે.ખોડીયારનગર,કતારગામ), જીગનબેન નગીન અમીન (રહે.મૈત્રી રો-હાઉસ પાર્લે પોઈન્ટ), ઉમેશકુમાર કેશવ પટેલ (રહે.કેદારધામ એપાર્ટમેન્ટ,એ.કે.રોડ), ચેતનાબેન ભુપેન્દ્ર પટેલ (રહે.ખોડીયારનગર, કતારગામ), કલ્પેશ જયેન્દ્ર બારોટ (રહે.વિસાલનગગર, અડાજણ) દ્વારા ભરુચના અંકલેશ્વરના અડાદરામાં આવેલ સર્વો-બ્લોક નં-૧૦૯ વાળી જગ્યાએ રેસીડન્સી પ્લોટીંગ કર્યા હતા અને જેના પેમ્પલેટ, એન.એ પ્લાન પાસ તથા ટાઈટલ ક્લીયર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને અલગ-અલગ પ્લોટ હોલ્ડરો માસિક હવેથી પ્લોટ વેચાણનું આયોજન કયું હતું. જેમાં જીતેન્દ્ર અને તેના ભાઈ અમીતે બે-બે પ્લોટ ખરીદી અવેજમાં તમામ રકમ ચુકવી આપી હતી. આ ઉપરાંત અન્ય ૨૫ જેટલા લોકોએ પણ પ્લોટ ખરીદ્યા હતા બિલ્ડરોએ તેમની ભાગીદારી પેઢી એગ્રીમેન્ટ, કબજા રસીદ સહીત બનાવી આપ્યા હતા. તમામ પ્લોટ હોલ્ડરનો પ્લોટનો કબજા અવાર નવાર માંગવા છતાંયે નહી આપી કે પ્લોટ પેટે લીઘેલ રકમ પરત નહી કરી છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500