Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં મેઘરાજાની અવિરત સવારી, બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ

  • September 11, 2021 

શ્રાવણ મહિના દરમિયાન રિસામણે ચઢેલા મેઘરાજા હવે ભાદરવા મહિનામાં મનભરીને વરસી રહ્યા છે. આજે પણ જિલ્લામાં વહેલી સવારથી હળવાથી ભારે વરસાદી ઝાપટા વચ્ચે બારડોલી તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ જ્યારે સુરત શહેરના ઉધના ઝોનમાં અડધા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અલબત્ત, ઉકાઇ ડેમમાંથી ગઇકાલથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે કોઝવેની સપાટી ઓવરફલો થતાં આજથી વાહન ચાલકો માટે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોઝવેની સપાટી ૬.૭૦ મીટર નોંધાવા પામી છે.

 

 

 

 

 

હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, આજે સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સુરત શહેર જિલ્લામાં ઠેકઠેકાણે વરસાદ નોંધવા પામ્યો છે. જે પૈકી સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનમાં સૌથી વધુ ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય સેન્ટ્રલ અને વરાછા ઝોન-બીમાં બબ્બે મીમી, વરાછા ઝોન–એ, રાંદેર અને કતારગામમાં પણ એક-એક મીમી વરસાદ નોંધાયો છે. શહેરને બાદ કરતાં જિલ્લાના બારડોલી, માંડવી અને પલસાણામાં વહેલી સવારથી અવિરત વરસાદને પગલે ખેડૂતોમાં પણ હરખની લાગણી છવાઇ જવા પામી છે.

 

 

 

 

 

જિલ્લાના બારડોલીમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય પલસાણામાં ૩૫ મીમી, માંડવીમાં ૧૮ મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ચોર્યાસીમાં બે, કામરેજમાં એક, માંગરોળમાં નવ મીમી, ઓલપાડમાં પણ એક મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વાલોડમાં ૧૧, ડોલવણમાં ૧૨ મીમી, નિઝરમાં આઠ મીમી, કુકરમુંડામાં છ મીમી વરસાદ નોંધાયો છે.

 

 

 

 

 

ચાલુ વર્ષે સિઝનમાં બીજી વખત કોઝવે ઓવરફલો થતાં વાહન-વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઓગસ્ટ મહિનાની ૧૭મી તારીખે કોઝવે ઓવર ફલો થતાં બંધ રાખવામાં આવ્યો હતો. જે ૨૮મી ઓગસ્ટે સપાટી ઘટતાં પુનઃવાહન વ્યવહાર માટે શરૂ કરાયો હતો. જોકે, ગઇકાલથી ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં કોઝવેની સપાટી વધુ એક વખત ઓવર ફલો થતાં વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો મનપા દ્વારા નિર્ણય લેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application