સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી સાચી પડી છે, ગતરોજ બાદ આજે સવારે પણ મેઘરાજાએ તેની બેટીંગ યથાવત રાખી વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે. બે દિવસથી મોન્સુન સક્રિય થતા ચિંતામાં મુકાયેલા ધરતી પુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. વિતેલા ચોલીસ કલાકની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, તાપી અને આહવા ડાંગ જિલ્લામાં બેથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ ઝીંકાયો છે. જેમાં સોથી વધારે પલસાણામાં પાંચ ઈંચ, સુરત સીટી, ઉમરપાડા, નવસારીમાં ચાર ઈંચ નોધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં ગતરોજ સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડાકીય માહિતી ઉપર નજર કરીયે તો સુરત જિલ્લામાં બારડોલીમાં ૬૨, ચોર્યાસીમાં ૫૯, કામરેજમાં ૭૮, મહુવામાં ૫૨, માંડવીમાં ૨૬, માંગરોળમાં ૫૦, ઓલપાડમાં ૫૬, પલસાણામાં ૧૨૭, સુરત સીટીમાં ૧૧૨, ઉમરપાડામાં ૧૦૭ મી.મી પડ્યો હતો, નવસારી જિલ્લામાં ખેરગામમાં ૩૬, ગણદેવીમાં ૭૬, ચીખલીમાં ૮૬, જલાલપોરમાં ૮૪, નવસારીમાં ૯૮, વાંસદામાં ૫૨ મી.મી પડ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૬૭, કપરાડામાં ૩૧, ધમરપુરમાં ૫૩, પારડીમાં ૩૮, વલસાડમાં ૭૯, વાપીમાં ૮૬ મી.મી પડ્યો હતો. તાપી જિલ્લામાં ઉચ્છલમાં ૮, કુકરમુંડામાં ૪૬, ડોલવણમાં ૫૦, નિઝરમાં ૪૩, વ્યારામાં ૨૪, સોનગઢમાં ૪૦, વાલોડમાં ૩૭ મી.મી પડ્યો હતો જયારે ડાંગ જિલ્લામાં આહવામાં ૩૧, વઘઈમાં ૬૫, સુબીરમાં ૩૦અ ને સાપુતારામાં ૮૯ મી.મી પડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500