સુરત શહેરમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેઘરાજાની કૃપા વરસતા સવારથી જ દેમાર વરસાદ શરૂ થયો હતો. સવારના 3 કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
સુરત શહેરમાં આજરોજ સવારે સાત વાગ્યાની મેઘરાજા વાદળોના ગડગડાટ અવાજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યાં સુધીમાં વરસાદનું જ રાજ જોવા મળ્યું હતું. આ 3 કલાકમાં સુરત શહેરના તમામ વિસ્તારોમાં દેમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હોવાથી જનજીવન ત્રણ કલાક માટે ખોરવાયું હતું.
આ 3 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. સુરત શહેરને બાદ કરતાં જિલ્લામાં માંગરોળમાં 1 ઇંચ અને ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહ્યા હતા. સવારે દેમાર વરસાદ બાદ બપોરના તાપ નીકળતા શહેરીજનો એ બે મૌસમનો અનુભવ માણ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500