પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૬/૦૫/૨૦૨૧ના રોજ ઘર નં.૪૪૫, કુમકુમ રેસિડેન્સી, કામરેજમાં રહેતા (મૂળવતન:તાલડા, તા:ખાંભા, જિ:અમરેલી) જ્યોતિષભાઈ દોમડીયાના ૨૦ વર્ષીય પુત્રી માયાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે સફેદ કલરની કુર્તી તથા કાળા કલરની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500