માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ ગત ગત તા.04 ઓક્ટોબરના રોજ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, માંડવી પોલીસ મથક વિસ્તાર માંથી ચોરાયેલી મોટરસાઇકલ બજાજ પલ્સર જીજે/19/એજે1247 ચોરી કરનાર શંકાસ્પદ ઈસમ તરસાડા બાયપાસ રોડ પર નંબર વગરની સપલેન્ડર મોટરસાઇકલ પર ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે લાલસિંગભાઈ મોતિલાલ દોહરે (હાલ રહે.તરસાડા ટેકરી નજીક) અને તૃણણભાઈ ભરતભાઈ હળપતિ (રહે.સીંગોદ ગામ,વાદરિયા ફળિયામાં,બારડોલી)ના ઓને ઝડપી પાડી પોલીસે સખત રીતે પૂછપરછ કરતા તેઓએ મોટરસાઇકલ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું તેમજ થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવડ પોલિસ મથક વિસ્તાર માંથી એક સફેદ રંગની મહિદ્રા પીકપ ગાડી એમએચ/17/એજી/21 ચોરી કરી મહારાષ્ટ્રના તમેજ હરિયાણાના અન્ય સાગરીતો સાથે મળી આજથી આશરે બે મહિના અગાઉ કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથક હદ વિસ્તારમાં આવેલ તાતીથૈયામાં એક્સીસ બેકની બાજુમાં આવેલ એસબીઆઈનું એટીએમ રાત્રીના સમયે ગેસ કટર વડે કાપી તેમાં રહેલી કેસ કેસેટમાં રહેલા 28.29 લાખની ચોરી કરી હતી.
તેમજ આજથી અગિયાર દિવસ અગાઉ બારડોલી પોલિસ મથક વિસ્તારમાં આવેલ રાયમ ગામે ડિસ્ટ્રીકટ બેંકનું એટીએમમાં આજ રીતે ચોરી કરવા જતા સાયરન વાગી જતા ભાગી છૂટ્યા હતા જે બાદ પકડાયેલા બે આરોપી સાથે અન્ય 6 ઈસમો મહિદ્રા પીકપ ગાડી અને ગેસ કટર અને ગેસ સિલિન્ડરને સંતાડી રતનીયા ગામેથી આ ચોરીની મોટરસાઇકલ પર અન્ય સાગરીતોને મહારાષ્ટ્રના નવાપુર મૂકી આવ્યા હતા અને તેજ ચોરીની મોટરસાઈકલ પર અન્ય એટીએમને નિશાન બનાવવા રેકી કરવા નીકળી પડ્યા હતા ત્યારબાદ પોલીસે બંને ઈસમો પાસેથી સપલેન્ડર મોટરસાઇકલ તેમજ મહિદ્રા પીકપ અને ગેસ સિલિન્ડર અને ઓક્સિજન સિલિન્ડર મળી 4,76,500/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે કડોદરા, બારડોલી, માંડવી અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદખેડા પોલીસ મથક મળી ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવી રવાના કરવામાં આવી હતી તેમજ ઝડપાયેલા બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500