માંડવી ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો કેવડીયા ગામે નાશ કરવામાં આવ્યો હતો.
માંડવી પોલીસ અને ઉમરપાડા પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યા પર રેડ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂનો કેવડિયા ગામે ખુલ્લા વિસ્તારમાં બુલડોઝર દ્વારા દારૂનો તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી જનમ ઠાકોર, બારડોલીનાં ડીવાયએસપી રૂપલબેન સોલંકી, સુરત ડીવીઝન ડીવાયએસપી સી.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.આર.રાવ, ઉમરપાડા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.ડી.ભરવાડની ઉપસ્થિતિમાં 46 લાખનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application