Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી સિક્યુરીટી કંપનીના સંચાલકો કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે

  • June 04, 2021 

સુરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્યુરીટીના સંચાલકો માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા પ્રમાણે સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ખાનગી સિક્યુરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નિયત નમૂનામાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે.

 

 

 

 

આ સમય દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે સ્થળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામુ તા.૦૧/૦૮/૨૦૨૧ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application