સુરત જીલ્લાના મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય મોહનભાઈએ 13 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
સુરત જીલ્લાના મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે પોતાની સાથે સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવા અને આઇસોલેટ થવા માટે જણાવ્યુ હતું.
ધારાસભ્ય મોહનભાઈ એ 13 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધ હતો. ત્યારબાદ પણ તેઓ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ ભારે ચકચાર મચી ગઈ છે. સુરત જીલ્લામાં કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે અને છેલ્લા 3 દિવસથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાય રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500