Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણમાં મનપાના પ્લોટમાં ફુડ કોર્ટ મુદ્દે સ્થાનિકોનો વિરોધ

  • September 02, 2021 

સુરત મહાનગરપાલિકા દ્વારા આવક ઉભી કરવાના નામે મોકાનો પ્લોટ નજીવા ભાડેથી ફાળવી દેવામાં આવી રહ્યા છે જૈ પૈકી અડાજણમાં રહેણાંક સોસાયટીની બાજુમાં બની રહેલા ફુડ કોર્ટનો સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્ના છે. અગાઉ અવાર નવાર રજૂઆતો કરવા છતાંયે ફુડ કોર્ટના કામગીરી બંધ નહી કરી ચાલુ રાખતા આખરે ઉશ્કેરાયોલાસ્થાનિક લોકોએ આજરોજ સવારે પાલિકાની રાંદેર ઝોન કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી હતી તેમજ ફુડ કોર્ટની કામગીરી બંધ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં આક્રમક વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

 

 

 

 

સ્થાયી સમિતિ દ્વારા અડાજણ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-૩૧માં કેપીટલ સ્ટેટર બિલ્ડીંગની બાજુનો ખાલી પ્લોટ જે અન્ય ­કલ્પ માટે અનામત રાખવામાં આવ્યો હતો તેને આવક ઉભી કરવાના આશય સાથે ફુડ કોર્ટ માટે ભાડે આપી દેવાનો વિવાદીત નિર્ણય કર્યો હતો. સ્થાયી સમિતિના આ નિર્ણયને પગલે સ્થાનિકોએ ભારોભાર વિરોધ કર્યો હતો. તે વચ્ચે પણ  ફુડ કોર્ટની કામગીરી શરૂ થતા સ્થાનિકો ઓન લાઇન અરજી કરીને કામગીરી બંધ કરાવવાની માગણી કરે છે.  શરૂઆતમાં સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં ફુડ કોર્ટની કામગીરી યથાવત રહેવા પામી હતી. આ સંદર્ભે આજરોજ મોટી સંખ્યામાં રહેવાસીઓએ રાંદેર ઝોન ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભાજપના જ કેટલાક કોર્પોરેટરો દ્વારા આ ફુડ કોર્ટ માટે ભલામણ કરવામાં આવી છે અને ફુડ કોર્ટના વિરોધ વચ્ચે જાહેર રજાના દિવસોમાં કામગીરી ચાલુ રહેતા હવે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. 

 

 

 

 

 

રાંદેર ઝોન ઓફિસે પહોંચેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ફુડ કોર્ટની કામગીરી બંધ કરવાની સાથે જે પતરાના શેડ ઉભા કરવામાં આવ્યા છે તેને પણ દુર કરવાની માંગણી કરવામાં આવી હતી. તેઓના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા આવક ઉભી કરવાના નામે આ વિસ્તારમાં ફુડ કોર્ટના નામે જે ન્યુસન્સ ઉભું કરવામાં આવ્યું છે તેનાથી સ્થાનિકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડશે. ફુડ કોર્ટમાં પાર્કિંગની પણ કોઇ સુવિધા ન હોવાને કારણે ટ્રાફિકની પણ સમસ્યા ઉદ્ભવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application