આજથી પાંચેક વર્ષ પહેલાં માંગરોળ તાલુકાના તરસાડી ગામના રીક્ષાચાલકની જુની અદાવત માં તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા કરવાના કારસામાં ત્રણ આરોપીઓને એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે દોષી ઠેરવી બે આરોપીઓને આજીવન કેદ તથા અન્ય એક આરોપીને 20 વર્ષની સખ્ત કેદ,1 હજાર દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફટકારી છે.
માંગરોળ તાલુકાના તરસાડી ગામના દાદરી મલ્કાવાડ ખાતે રહેતી ૨૬ વર્ષીય ફરિયાદી સાહેદાબેને ગઈ તા.11-3-2018ના રોજ શિવરેસીડેન્સીના ગેટ સામે આવેલા ચાના ગલ્લે ચા પીવા ગયેલા રિક્ષાચાલક પતિ ફિરોઝ અસ્પાક પઠાણ પર 29 વર્ષીય આરોપી ઈકબાલ,20 વર્ષીય આરોપી અખ્તર તથા 17 વર્ષીય શેરખા ઉર્ફે શેરુ ફઝલ પઠાણે(રે.દાદરી ફળીયું, તરસાડી ગામ માંગરોળ) જુની અદાવતમાં ધારીયું,ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી.જે અંગે ફરિયાદીએ ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કોસંબા પોલીસમાં ઈપીકો-307,323,302,504,506(2) તથા 114 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં બનાવ સમયે 17 વર્ષીય આરોપી શેરુ ફઝલ પઠાણ ચાર્જશીટ રજુ થયું ત્યારે કાયદાની સંઘર્ષમાં આવેલ કિશોર હતો.પરંતુ ત્યારબાદ તેની ઉંમર 18 વર્ષની થતાં તેની સામે પુખ્ત વયના આરોપીની જેમ કેસ ચલાવવા હુકમ કરવામાં આવ્યો હતો.આ હત્યા કેસના ત્રણેય આરોપીઓ વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો બાદ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી આરોપી ઈકબાલ તથા અખ્તર ફઝલ પઠાણને હત્યાના ગુનામાં આજીવન કેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફટકારી છે.જ્યારે સહ આરોપી શેરખા ઉર્ફે શેરુ પઠાણને હત્યાના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ,1 હજાર દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500