રાજય સરકારની નવી ગાઇડલાઇન આવતા જ નર્મદ યુનિવર્સિટી દ્વારા તાબડતોડ એકેડમીક કાઉન્સીલ બોલાવીને બી.એ, બી.કોમ, બીએસસી, બીબીએ સેમેસ્ટર-6ની તથા એમ.એ, એમ.કોમ, અને એમ.એસ.સી સેમેસ્ટર-4ની આગામી 19મી જુલાઇથી તથા એક્ષટર્નલના ત્રીજા વર્ષની 29મી જુલાઇથી ઓફલાઇન પરીક્ષા લેવાનું સર્વાનુમતે ઠરાવ્યુ હતુ.
નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો પ્રયોગ સફળ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરીને સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઇન લેવાની જાહેરાત કરાઇ હતી. આ જાહેરાતના પગલે આજે કુલપતિ ડૉ.કે.એન.ચાવડા દ્વારા એકેડમીક કાઉન્સીલ બોલાવીને નિર્ણય લેવાનુ નક્કી કરાયુ હતુ. જેમાં બી.એ, બી.કોમ, બીએસસી, બીબીએના સેમેસ્ટર-6ની તથા એમ.એ, એમ.કોમ, અને એમ.એસ.સી સેમેસ્ટર-4ની ઓફલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરાયુ છે. આ પરીક્ષાઓ આગામી 19મી જુલાઇથી શરૂ થશે.
જયારે એક્ષટર્નલના ત્રીજા વર્ષની પરીક્ષા પણ ઓફલાઇન લેવાશે. જયારે પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષા ઓનલાઇન લેવાનું નક્કી કરાયુ છે. આમ ઓફલાઇન પરીક્ષા લેવાની નક્કી કરતા જ યુનિવર્સિટી દ્વારા ફરીથી ઓફલાઇન માટેની કવાયત શરૂ કરી દેવાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500