રાજસ્થાનના બીકાનેર પોલીસ મથકે નોંધાયેલા ગુનાના વોન્ટેડ દંપતીને સુરત જિલ્લાની કડોદરા પોલીસે બાતમી આધારે તાતીથૈયા ગામેથી ઝડપી પાડી તેનો કબ્જો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે, રાજસ્થાનના બીકાનેર પોલીસ મથકે ઇપીકો કલમ ૪૯૮(૨), ૪૦૬, ૩૨૩, ૩૫૪ ગુનાના વોન્ટેડ પતિ પત્ની પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સહયોગ હોટલની સામે જાહેરમાં ઉભા છે. જે બાતમીના આધારે, કડોદરા પોલીસે સ્થળ પર જઇ મુલચંદ જગદીશ પ્રસાદ જાંગડ (ઉ.વ.58) તેમજ તેની પત્ની સકુન્તલાબેન મુલચંદ જગદીશ પ્રસાદ જાંગીડ (ઉ.વ.58, ૨હે.શીવનગર રેસીડેન્સી બગુમરા તા.પલસાણા, મુળ રહે.ઇરોલાબ,જિ.જયપુર,રાજસ્થાન) જેઓને ઝડપી પાડ્યા હતા અને તેમનો કબ્જો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500