Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા પોલીસે 2 વર્ષથી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

  • June 01, 2021 

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને વરેલીથી ઝડપી પાડ્યો હતો. જયારે આ વાંકાનેડા ગામથી 2 વર્ષ અગાઉ પકડાયેલા દારૂના ગુનામાં આરોપી વોન્ટેડ હતો. 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને 2 વર્ષથી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ટીમ બનાવી તથા બાતમીદારોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા કે જેથી આરોપીઓની પકડી શકાય.

 

 

 

આ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, 2 વર્ષ પહેલા વાંકાનેડા ગામે હળપતિ વાસમાં આવેલ એક ગોડાઉનમાં વાહન માંથી દારૂ ઉતારતા સમયે પોલીસ રેડ કરી હતી ત્યારે ભાગી જનાર આરોપી રામેશસિંગ જોગરાજસિંગ રાજપુરોહિત (ઉ.વ.25) વરેલી ગામે જોવા મળેલ છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને વરેલી ગામની સાંઈદર્શન સોસાયટીનાં નાકેથી ઝડપી પાડ્યો હતો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application