Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પર ચાલકે મોટરસાયકલ ને અડફેટે લેતા યુવકને ઇજા

  • March 13, 2021 

સુરત શહેરના કડોદરાથી સુરત જવાના રોડ ઉપર એક મોટરસાયકલ ચાલક વરેલી ગામ ખાતે આવેલ પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન પાછળથી એક ડમ્પર ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હતો અને આગળના વ્હીલમાં મોટરસાયકલ ચાલક કચડતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વ્હીલમાં કચડાયેલા યુવકને ભારી જહેમત બાદ બહાર કાઢ્યો હતો. આ ઘટના નાગે જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ભોગ બનેલા યુવકને 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

આ બનાવ અંગે કડોદરા પોલીસે ડમ્પર જપ્ત કરી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application