આપણા દેશમાં જ્યાં એક તરફ ગરીબી વધતી દેખાઈ રહી છે ત્યારે આપણી સરકાર તરફથી આવા દરેક ગરીબ પરિવાર સુધી સરકારી અનાજ પોહચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમને સરકારે નક્કી કરેલા સસ્તા ભાવે અથવા નિશુલ્ક સરકારી અનાજ આપવામાં આવતું હોય છે.પરંતુ કેટલાક સમાજના દુશ્મનો આ ગરીબોના હકનું અનાજ નું વેચાણ કરી અનાજ ઘર ઘર સુધી પહોચે તે પહેલાજ તેને સગે વાગે કરવાનું અંદુ કાવતરું કરતા હોય છે સચિન અનાજના ગોડાઉન પરથી સરકારી અનાજ સગેવગે કરવાનાં કારસ્તાનમાં અંતે સચીન પોલીસ મથકમા સતાવાર ગુનો નોંધીવા પામ્યો હતો.ચોર્યાસી મામલતદાર જીગ્નેશ પટેલે ગોડાઉન મેનેજર સહિતના કસુરવારો સામે સોમવારે મોડી સાંજે ફોજદારી ગુનો નોંધાવ્યો હતો. સચિન પોલીસે 13.78 લાખનું સરકારી અનાજ સગેવગે થયું હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળી ટાણે સચિન સરકારી અનાજના ગોડાઉન પરથી ત્રણ ટેમ્પો ભરીને અનાજ સેગેવગે કરાઈ રહ્યું હતું ગરીબોનો હક પર તરાપ મારી પોતાના ગજવા ગરમ કરી રહેલા આનાજ માફીયાઓની કાળી કરતુંતો મુદ્દે.પુરવઠા અધિકારીને ફરિયાદ કરતા તેમણે તાત્કાલિક તપાસ કરાવી હતી. દરમિયાન અનાજ ભરી બારડોલી તરફ રવાના કરાયેલા બે ટેમ્પો મળી આવ્યા હતા. જ્યારે એક ટેમ્પો સચિન સરકારી ગોડાઉનની પાછળના ભાગે સંતાડીને રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્રણ ટેમ્પો ભરીને સરકારી અનાજ સગેવગે થઈ રહ્યું હોવાનું બહાર આવતા પુરવઠા અધિકારીએ સચિન ગોડાઉન પર સરકારે ફાળવેલા સરકારી અનાજ જથ્થા સામે સ્ટોકની ઉલટતપાસ કરી હતી. આ તપાસમાં અંદાજિત દોઢ કરોડ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. કરોડોનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરી દેવાનું કારસ્તાન ઝડપાતા પુરવઠા અધિકારીએ જિલ્લા કલેકટરને રિપોર્ટ કર્યો હતો.
આ રિપોર્ટના આધારે જિલ્લા કલેકટર આયુષ ઑકે ગોડાઉન મેનેજર સહિતના અનાજ માફીયાઓ સામે ગુનો નોંધાવવા ચોર્યાસી મામલતદારને આધિકૃત કર્યા હતા. દરમિયાન સોમવારે મોડી સાંજે ચોર્યાસી મામલતદાર જીગ્નેશ પટેલ સચિન પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સહિતના સામે ગુનો નોંધાવ્યો હતો. હાલમાં પોલીસના ચોપડે ત્રણ ટેમ્પો ભરીને સગેવગે કરાયેલું અંદાજિત 13.78 લાખ રૂપિયાના સરકારી અનાજ મુદ્દે ગુનો નોંધાયો છે સચિન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આત્રે ઉલ્લેખનીય છે કે અનાજ માફિયા ગરીબોનું હકનું અનાજના જથ્થાને સગેવગે કરવાના ઘટનાઓ અગાઉ ન બને તે માટે અનાજ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500