ભેસ્તાનમાં મીતાલી ગેસ એજન્સી પાસે જુના ઝઘડાની અદાવતમાં એક યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી હત્યાની કોશિષ કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધર્મેશ આહિરને ગતરોજ રાત્રે ભેસ્તાન મેઇન રોડ સ્થિત મીતાલી ગેસ એજન્સી પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં વિક્કી ભામરે અને તેના મિત્ર મટીયા સહિત ચાર જણાએ રસ્તામાં આંતરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મટીયા સહિત ત્રણેયે ધર્મેશને પકડી રાખ્યા હતા. જયારે વિક્કી ભામરેએ ચપ્પુ વડે ધર્મેશની છાતી અને પેટના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. જોકે, લોકોનું ટોળું એક્ઠું થઇ જતા વિક્કી ભામરે અને તેનો મિત્ર મટીયા સહિત ચારેય જણા ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ દોડી ગઇ હતી અને વિક્કી ભામરે સહિત ચારેય વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application