સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આવેલ પરિશ્રમ પેલેસમાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે પરિશ્રમ પેલેસમાં રૂમ નંબર-10માં રહેતી પુજાકુમારી વિશાલ ચૌધરી (ઉ.વ.18) કે જે વિશાલ ચૌધરી સાથે છેલ્લા એક મહિનાથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.
જયારે પૂજાકુમારીએ કોઈ અગમ્ય કારણસર 3 થી 4 વાગ્યાની આસપાસ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application