સુરતનાં માંડવી તાલુકાનાં જામણકુવા ગામે રહેતાં એક પરિણીત મહિલાએ પોતાના પતિ પાસે મોબાઈલ જોવા માંગ્યો હતો, પરંતુ પતિએ મોબાઈલ ન આપતાં તેને માઠું લાગ્યું હતું અને ઝેરી દવા પી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં જામણકુવા ગામે રહેતાં સુનિલભાઈ ગિરીશભાઈ ગામીત પત્ની પ્રીતિબેન અને પરિવાર સાથે રહે છે અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે.
જોકે ગત તા.4નાં રોજ પ્રીતિબેનએ પોતાના પતિ સુનિલ પાસે તેનો મોબાઈલ જોવા માંગ્યો હતો. પરંતુ પતિ સુનિલે તેને મોબાઈલ આપવા ઇન્કાર કર્યો હતો. જેના કારણે તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને આ કારણથી પ્રીતિબેનએ મનોમન ખોટું લાગી ગયું હતું અને તેમણે ઝેરી દવા પી લીધી હતી. જયારે ચાર વાગ્યાના સુમારે ઘરે કોઈ ન હતું.
તે સમયે પ્રીતિબેનએ ગામીત (ઉ.વ.23) ઘરમાં પડેલી શાકભાજીમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જોકે આ અંગે પરિવારજનોને જાણ થઈ જતાં પ્રીતિબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને સારવાર મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો. બનાવ અંગે માંડવી પોલીસે બનાવ દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500