Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં કઠોદરા ગામે બાળકો હેરાન કરતા હોવાથી મહિલાએ કીડી મારવાની દવા પીધી

  • December 11, 2021 

સુરતનાં કામરેજ તાલુકાનાં કઠોદરા ગામની સીમમાં નંદનવન ફાર્મ હાઉસમાં રહેતી 27 વર્ષીય મહિલાને તેના બાળકો હેરાન પરેશાન કરતાં હોય જેથી મહિલાએ કીડી મારવાની દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બનાવની વિગત એવી છે કે, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં મોરપણ ગામના વતની અને હાલ કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે આવેલ નંદનવન ફાર્મ હાઉસમાં રહેતા જયવંતસિંહ નાનાભાઇ ગોહિલના લગ્ન 6 વર્ષ અગાઉ લાખુબેન (ઉ.વ.27) નામની મહિલા સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાન હોય અને આ બાળકો તેમને હેરાન પરેશાન કરતા હોય જેથી લાખુબેન નાઓ કંટાળી જઈ કીડી મારવાની દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application