પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે કાર પાર્કિંગ બાબતે બે જુથો બાખડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બનાવની વિગત એવી છે કે, શુક્રવારે મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં બલેશ્વર ગામમાં રહેતા અરસદખાન અલ્તાફખાન પઠાણ (ઉ.વ.18) જેઓએ મારુતિ વાન GJ/19/AA/4556 લઈ તેના ત્રણ મિત્રો આમિરખાન પઠાણ, સોહેલખાન પઠાણ અને સાહિલખાન પઠાણની સાથે સુરત રાંદેર રમઝાન મેળામાં જવા નીકળ્યા હતા.
તે દરમિયાન કારને રસ્તાના બલેશ્વર બજારમાં પ્રોવિઝન દુકાન પર થોભાવી પાણીની બોટલ લેવા ઉતર્યા હતા. તે સમયે બલેશ્વર ખાતે બલોચ ફળિયામાં રહેતા પરવેઝ ખાન બસીરખાન પઠાણ તેની કાર લઈ સામેથી તરફથી આવ્યો અને કારને વાનની આગળ થોભાવી કારમાંથી જ ‘તમને સમજ નથી પડતી કાર રસ્તા માજ પાર્ક કરી દો છો’ એમ કહ્યું હતું તો કારમાં બેઠેલા મિત્રોએ તેમની કાર નીકળી જશે એટલો રસ્તો છે એમ કહેતા પરવેઝ પઠાણ ઉશ્કેરાયને ફોન કરી તેમાં બે મિત્રો સાહિલ ઝકરખાન પઠાણ અને ઝફરખાન બસીરખાન ને બોલાવ્યા હતા.
ત્યારબાદ સાહિલ ખાને પોતાની પાસે રહેલો લોખંડનો સળિયો અરસદખાનને માથામાં મારી દેતા લોહીલુહાણ કરી નાખ્યો હતો. જેથી આસપાસના લોકોએ તમામને છોડાવ્યા હતા ઇજાગ્રસ્તને સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત અરસદખાને પલસાણા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500