સુરતના રિંગરોડ રાધા કૂષ્ણ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી હૈદરાબાદના વેપારીએ કુલ રૂપિયા 26.42 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોઝવે રોડ સિંગણપોર સુમન દર્શન ખાતે રહેતા ચેતનભાઈ રવજીભાઈ ઠુંમર (ઉ.વ.41) રિંગરોડ રાધા કૂષ્ણ ટેક્ષટાઈલ માર્કેટમાં અપર ગ્રાઉન્ડમાં લેસપટ્ટીનો ધંધો કરે છે. ચેતનભાઈ પાસેથી રોયલ ક્રિએશનના વહીવટકર્તા મહંમદ અકરણ (રહે.કાદરી બજાર, મદીના બિલ્ડિંગની સામે પથેરગટ્ટી, હૈદરાબાદ) એ શરુઆતમાં જાન્યુઆરી-2017 થી 3 મે 2018 સુધીમાં કુલ રૂપિયા 37,80,996/-નો કાપડનો માલ ખરીદ્યો હતો. જે પૈકી રૂપિયા 11,38,799/-નું પેમેન્ટ ચુકવી બાકીના નિકળતા રૂપિયા 26,42,197/- પેમેન્ટ માટે ચેતનભાઈ દ્વારા અવાર-નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. પોલીસે ચેતનકુમારની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500