Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનનો વોચમેન 2.55 લાખનું કાપડ ચોરી જતા પોલીસ ફરિયાદ, ચોરીનો બનાવ સીસીટીવી કેમરામાં કેદ

  • September 01, 2021 

સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનના સિકીયુરિટી એજન્સીના કાયમી વોચમેનના બદલે ક્યારેક કયારેક અવેજીમાં આવતા વોચમેને ગોડાઉન માંથી ચોરી છુપી રીતે એક મહિના અગાઉ અન્ય રાજ્યમાં મોકલવાના 5 જેટલા ફેન્સી કપડાના પાર્સલની ચોરી કરી હતી. થોડા દિવસ અગાઉ પાર્સલ સંબંધિત પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં 5 પાર્સલ ઓછા મળ્યા હોવાનો ફોન આવતા તપાસ કરતા ગત તા.3 ઓગસ્ટના રોજ ચોરી કરી હોવાનું સીસીટીવી કેમરામાં કેદ થયું હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે ટ્રાન્સપોર્ટ મેનેજરે કડોદરા પોલિસ મથકમાં ફરિયાદ કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર-6ની બાજુના આવેલ આર.કે. ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે જે સુરતના વિવિધ ટેકસટાઇલ માર્કેટ માંથી આવેલા અન્ય રાજ્યમાં મોકલવાના પાર્સલ ગાડીમાં ભરી પહોંચાડવાનું કામ કરે છે. ગત તા.16 ઓગસ્ટના રોજ ટ્રાન્સપોર્ટની બિહારની એક પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ફોન આવ્યો હતો અને ગોડાઉન માંથી બિહાર મોકલેલા પાર્સલો પૈકી 5 પાર્સલ ઓછા હોવાનું જણાવ્યું હતું. જે સબંધે ટ્રાન્સપોર્ટ ઓફીસના કર્મચારી દ્વારા ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમરાની ફૂટેજ ચેક કરતા ગત તા.3 ઓગસ્ટના રોજ રાત્રીના 10:20 વાગ્યાના અરસામાં એક ઈસમ ગોડાઉનના ત્રણ નંબરના ગેટમાં અંદરની બાજુએથી લગાવેલા નટબોલટ ખોલી દરવાજો ખોલી ગોડાઉનમાં પ્રવેશી એક પછી એક એમ 5 પાર્સલ જેની કીમત રૂપિયાય 2.55 લાખની ચોરી કરતા નજરે ચઢ્યો હતો જે ઈસમ બાબતે ગોડાઉનના કર્મચારીઓને પૂછપરછ કરતા ગોડાઉનમાં સિક્યુરિટી એજન્સીમાં ક્યારેક ક્યારેક અવેજીમાં આવતો સલમાન ખાન નામનો ઈસમ હોવાનું  બહાર આવ્યું હતું. જે અંગે સિક્યુરિટી એજન્સીના મેનેજરને વધુ પૂછપરછ કરતા તેનું નામ સલમાન શહીદ ખાન (રહે.હરિઓમ નગર,સારોલી,સુરત) હોવાનું જણાવ્યું હતું જેથી ટ્રાન્સપોર્ટના મેનેજર સુશીલકુમાર સિંગએ સલમાન ખાન વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથમના ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application