સુરત શહેરના નાના વરાછાના રામજી મંદિર નજીક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-એ-204માં રહેતા રત્નકલાકાર નિતેશ પરસોત્તમ ગજેરા (ઉ.વ.42) પર એક મોબાઇલ પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે, હું બેંક ઓફ બરોડા મેઇન બ્રાંચ અમદાવાદથી દિપક શર્મા વાત કરૂ છું, તમારૂ બેંક ઓફ બરોડામાં જે એકાઉન્ટ છે તેનું કે.વાય.સી કરવાનું છે. જેના માટે તમારા મોબાઇલમાં એક ઓ.ટી.પી આવ્યો છે તે મને આપો એટલે કે.વાય.સી અપડેટ થઈ જશે, નહીંતર તમારે અમદાવાદ રૂબરૂ આવવું પડશે.
તેથી નિતેશે મોબાઇલમાં જે ઓ.ટી.પીનો મેસેજ આવ્યો હતો તે દિપક શર્માને આપ્યો હતો અને તેની ગણતરીની મિનીટોમાં જ નિતેશના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 39,999/- ઉપાડી લીધા હતા. નિતેશે ને સમજાયું હતું કે, તેની સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ છે તેથી નિતેશે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500