Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેન્કમાં મોર્ગેજમાં મુકેલ ફ્લેટ વેચાણ કરી વેપારી સાથે ૩૯ લાખની છેતરપિંડી

  • September 01, 2021 

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને પીપલોદ સારથી રેસીડેન્સીમાં આવેલ ફ્લેટ બેન્કમાં મોર્ગેજમાં મુકેલ હોવા છતાંયે વેચાણ કરી રૂપિયા ૩૯ લાખ પડાવી દસ્તાવેજ બનાવી નહી આપી છેતરપિંડી કરનાર પાની દંપતિ સામે પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી હતી.

 

 

 

 

 

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, ઘોડદોડ રોડ આભુષણ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-૧૦૧માં રહેતા અને યાર્નના ધંધા સાથે સંકળાયેલા તુષારભાઈ રજનીકાંત શાહએ ગતરોજ નિલીમાં પુરેન્દ્ર પાની અને પુરેન્દ્ર પાની (રહે.મંગલમ પેલેસ આગમ વર્લ્ડની સામે,વેસુ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓના આરોપીઓ પાસેથી ફેબ્રુઆરી-૨૦૧૮માં તેમના પાસેથી પીપલોદ સારથી રેસીડેન્સીમાં નવમાં માળે આવેલ ફ્લેટ નંબર-૯૦૪ રૂપિયા ૩૯ લાખમાં ખરીદ્યો હતો. તુષારભાઈએ આ પૈસા રોકડ રકમ, ચેક અને આરટીજીએસ દ્વારા ચુકવ્યા હતા. જોકે,આરોપી પાની દંપતિએ ફ્લેટ ઓલરેડે એચડીએફસી બેન્કમાં મોર્ગેજમાં મુકેલો હોવાની વાત છુપાવી ફ્લેટના ટાઈટલ ક્લીયર હોવાનુ જણાવ્યું હતું.

 

 

 

 

 

આ ઉપરાંત તુષારભાઈ સિવાય શરદ મનોહર ઘરડે અને તેની પત્નીના નામે પણ સાટાખત બનાવી આપ્યા હતા. આ અંગેની જાણ થતા તુષારભાઈએ તેના પૈસા પરત માંગતા આરોપી દંપતિએ સમાધાન કરી રૂપિયા ૨૨ લાખના ચાર ચેકો આપ્યા હતા. જે ચેક તુષારભાઈએ તેમના બેન્કના ખાતામાં જમા કરાવતા પુરતુ બેલેન્સ ન હોવાના શેરા સાથે રિર્ટન થયા હતા. આરોપીઓએ ફ્લેટના દસ્તાવેજ બનાવી નહી આપી તેમજ ફ્લેટ પેટે લીધેલા રૂપિયા ૩૯ લાખ નહી આપી છેતરપિંડી કરતા આખરે તુષારભાઈએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતિ સામે ગુનો દાખલ કરી પુરેન્દ્ર પાનીની ધરપકડ કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application