Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોર્ટની મહિલા ક્લાર્ક સાથે રૂપિયા ૩.૫૬ લાખની છેતરપિંડી

  • September 10, 2021 

સુરતના રાંદેર રામનગર ગવર્મેન્ટ ક્વાર્ટ્સમાં રહેતા કોર્ટના મહિલા કલાર્ક સાયબર ક્રાઈમનો શિકાર બની છે. મહિલા ગુગલ ઉપર વર્ક ફ્રોમ હોમની તપાસ કરતી વખતે ભેજાબાજે તેમણે વોટ્સઅપ ઉપર લીંક મોકલી હતી  અને લીંકને રજીસ્ટર કરાવ્યા બાદ કલાર્કને જે પણ રકમનું રિચાર્જ કરશો તે રકમ પ્રોફેટી સાથે પરત ખાતામાં જમા થશે હોવાનુ કહી શરુઆતમાં નાની-નાની રકમ ઈન્વેસ્ટમેન્ટ કરાવી તે રકમ પ્રોફેટ સાથે ખાતામા જમા કરાવી વિશ્વાસમાં લીધા બાદ ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૩.૫૬ લાખનું ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યા બાદ પ્રોફીટ સાથે રકમ પરત ખાતામા જમા ન કરાવી છેતરપિંડી કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અમુસાર, રાંદેર રોડ રામનગર ગવર્મેન્ટ કવાર્ટ્સમાં રહેતા પારુલબેન નાથાભાઈ પરમાર (ઉ.વ.૩૩) સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. પારુલબેન ગુગલ ઉપર વર્ક ફ્રોમ હોમની તપાસ કરતા હતા. તે દરમિયાન ગત તા.૫ માર્ચેના રોજ એક લીંક ઉપર કલીક કરતા મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી  લીંક આવી હતી અને લીંક મોકલનારે પોતાની ઓળખ પેની તરીકે આપી વોટ્સઅપ મેસેજ કરી લીંકમાં એકાઉન્ટ રજીસ્ટર કરવાનું કહ્યું હતું. જેથી પારુલબેને લીંક ઓપન કરી એકાઉન્ટ બનાવી ડાઉનલોડ કરી હતી. જેમાં હોમ, સર્ચ, બીંગો થતા માય નામના ઓપ્શન હતા. ભેજાબાજ પેનીએ વોટ્સઅપ મેસેજ કરી તમારે રૂપિયા ૧૦૦નું રીચાર્જ કરશો તો તેમના ૨૨૦-૨૪૦નું પ્રોફીટ મળશે કહી એપીલેકશન રીચાજ કેવી રીતે કરવી તેના વિડીયો અને ફોટોગ્રાફ મોકલ્યા હતા. પારૂલબેન એપીલેશન ઓપન કરી ૧૦૦ રિચાજ કરી તેનો સ્કીન શોર્ટ મોકલ્યો હતો. ત્યારબાદ ખાતામાં રૂપિયા ૨૩૩ જમા પરત આવ્યા હતા. પારુલબેનને વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજે  રૂપિયા ૫૦ હજાર સુધીનું રિચાર્જ કરવાનું કહેતા પારૂલબેનેગત તા.૧૬ માર્ચેના રોજ ટુકડે-ટુકડે કરી ૬૫,૯૭૫નું પેટીએમ, ગુગલ-પે તથા યુપીઆઈથી રિચાર્જ કરાવ્યુ હતું. ભેજાબાજના કહેવા મુજબ પારુલબેને ઈન્વેસ્ટમેન્ટ કયું હતું પરંતું તે રૂપિયા વિડ્રો કરીશ શકતા ન હતા જે અંગે વાત કરતા ભેજાબાજે રકમ વિડ્રો કરવા માટે બીજા રૂપિયા ૧,૫૦,૦૦૦/-નો પ્રોજેકટ કરવો પડશે કહી ટુકડે-ટુકડે કરી પહેલા રૂપિયા ૧,૫૦,૦૦૦/- પ્રોજેકટ નથી રૂપિયા ૧,૮૦,૦૦૦/-નો પ્રોજેકટ કરવો પડશે તેમ કહી ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યા બાદ તે રકમ વિડ્રો કરવા માટે તમારા યુઝરનેમમાં તમારા અગાઉના પ્રોજેકટ સાથે કનેક્ટેડ રૂપિયા ૩,૫૦,૦૦૦/-નો પ્રોજેકટ પુરો કરવો પડશે તો ત્યારે જ રકમ વિડ્રો કરી શકાશે કહ્યું હતું .

 

 

 

 

 

પરંતુ પારુલબેન પાસે રકમ વિડ્રો કરવા મિત્રો તશા સગા સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધાïને ગત.૧૮મી માર્ચેના રોજ રૂપિયા ૩,૪૬,૭૭૫/- રીચાર્જ કયુ તું  યુઝરમેનમાં કુલ રૂપિયા ૪,૯૦,૦૦૦/- બતાવતા હતા ત્યારે યુઝરનેમ માંથી રૂપિયા વિડ્રો કરી શકાતા ન હતા તેઓ વિડ્રો કરવા છેલ્લો પ્રોજેક્ટ રૂપિયા ૮,૦૦,૦૦૦/- પુરા કરવા પડશે. પરંતુ જોકે પારુલેબન પાસે પૈસાની સગવડ ન હોવાથી ઈન્વેસ્ટ ન કરતા  ભેજાબાજે પારુલબેનને તમારા યુઝરનેમમાં રૂપિયા ૪,૯૦,૦૦૦/- બતાવે છે તો ૧૦ હજાર જમા કરો તો પુરા રૂપિયા ૫,૦૦,૦૦૦/- થશે કહ્યું હતું. પરંતુ પારુલેબેને ઈન્વેસ્ટ ન કરી અગાઉ જમા કરેલા નાણા અલગ-અલગ બેન્કના ખાતામાં જમા થયા હતા ભેજાબાજે ગત તા.૫ માર્ચથી ૨૨ માર્ચે સુધીમાં લલચામણી લોભામણી લાલચ આપી એપ્લીકેશન ડાઉનલોક કરાવી શરુઆતમાં નાની રકમનુ ઈન્વેસ્ટ મેન્ટ કરી એકાઉન્ટમાં પ્રોફીટ સાથે રકમ પરત કરી વિશ્વામસાં લીધા બાદ કુલ રૂપિય ૩,૫૬,૭૭૫/-નું રિચાર્જ કરાવી છેતરપિંડી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application