ટાટા મોટર્સ ફાયનાન્સ કંપનીમાં સ્ટેટ લીગલ હેડ પ્રિયવ્રતસિંહ ચારણે અઠવા લાઈન્સ પોલીસ મથકે નોંધેલ ફરિયાદમાં ઈરફાન પઠાણ સહીત 14 લોન ધારકોને 2017માં તેની ફાયનાન્સ કંપનીમાંથી 32 મોટા વાહનો ઉપર કરોડોની લોન લીધી હતી. લોન લીધા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.
કંપની દ્વારા તપાસ કરવામાં આવતા આ 14 શખ્સો વિરુદ્દ કુલ 5.68 કરોડની લેની નીકળતી હતી. કંપની દ્વારા તપાસ કરવામાં આવતા જે 32 જુના વાહનો ઉપર લોન લેવામાં આવી હતી તે માત્ર કાગળ ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. બધા વાહનો અરુણાચલ પ્રદેશની આર.ટી.ઓ.માંથી રી-પાસીંગ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું કોઈ અસ્તિત્વ જ નહિ હતું.
ફાયનાન્સ કંપની દ્વારા લોન આપતી વખતે વાહનોના ફોટાથી લઈને વિવિધ વિગતો ચેક કરવાની હોય છે, પરંતુ કંપનીના કર્મચારીઓ દ્વારા પણ ખોટા વાહોનોના ફોટા ઉપર લોન આપી કૌભાંડ કરવામાં આવ્યું હોઈ 14 લોન ધારક ઉપરાંત તેની સાથે સંકળયેલા ફાયનાન્સ કંપનીના મેનેજર નીલેશ સુરતી, ઈશાન ભાવસા, ઉર્ચિત શાહ, ડી.એસ.એ. પ્રજ્ઞા માલવ, બિના શાહ, ડિમ્પલ આશિષ ચોક્સી, આનંદ ભોયાટે અને ફિલ્ડ ઇન્વેસ્ટીગેશનની જવાબદારી જોતી કે.પ્રવિણચંદ્ર એસોસીએટ અને વાહનોનું વેલ્યુએશન રતી વી.કે.એસોસીએટનાં વિશાલ કોઠારીને પણ આરોપી બનાવાયા હતા. આ ટોળકી વિરુદ્દ અત્યાર સુધી બે ગુના દાખલ થયા છે. જોકે આ ટોળકી એ કુલ ચાર બેંકો સાથે આ પ્રકારની છેતરપીંડી કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500