Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બી.એન.પેપર્સ કંપની પાસેથી માલ ખરીદ્યા બાદ દંપતિ દ્વારા છેતરપિંડી કરાતા ગુનો દાખલ

  • September 11, 2021 

સુરતના ઘોડદોડ રોડ નર્મદ લાયબ્રેરીની સામે ઈવોકમાં ઓફિસ અને કીમ ખાતે મેનુફેક્ચરીંગ યુનીટ ધરાવતા બી.એન.પેપર્સ  નામની પેઢીમાંથી કુલ રૂપીયા ૧.૦૬ કરોડનો ક્રાફ્ટ પેપેરનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઠગાઈ કરનાર મારફતીયા દંપતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મારફતીયા દંપતિએ માલને સામે આપેલ ચેક પણ રિટર્ન થતા આ મામલે પણ તેમની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ આનંદ મહેર રોડ મહાલક્ષ્મી મંદિરની બાજુમાં સત્કાર એપાર્ટમેન્ટમાં રહેતા રોબિન સેમ્યુઅલ ટેલર (ઉ.વ.૫૬) ઘોડદોડ રોડ નર્મદ લાયબ્રેરીની સામે ઈવોકના બીજામાળે આવેલ બી.એન.પેસર્સ નામની ભાગીદારી પેઢીમા મેનેજર તરીકે નોકરી કરે છે. આ પહેલા કંપનની ઓફિસ ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ સીટી સેન્ટરમાં આવેલી હતી. કંપનીનું મેનુફેક્ચરીંગ યુનીટ સિયાલજ પાટીયા નેશનલ હાઈવે રોડ નં-૮ કીમ પાસે આવેલ છે. જ્યાં મેનેજરમાં રમેશકુમાર રામદરસ સિંઘ છે. ગત તા.૫ માર્ચ-૨૦૧૮થી ૫ માર્ચ-૨૦૨૦ના સમયગાળામાં ઓલપાડ સાયણ રોડ માધવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મેસર્સ પ્યોર પેપર પ્રોડ્કટના પ્રોપરાઈટર પંકજ મહેન્દ્ર મારફતીયા અને ઓલપાડના કુડસદમાં પી.એમ. પેકેજિંગના પ્રોપરાઈટર તેની પત્ની સાધના પંકજ મારફતીયા (બંને રહે. પ્રજીત રો-હાઉસ,ઉમરા) એ અલગ-અલગ ચલણ બીલથી કુલ રૂપીયા ૧,૦૬,૩૭,૭૯૭/-નો ક્રાફ્ટ પેપરનો માલ ખરીદ્યો હતો અને ત્યારબાદ નક્કી કરેલ મર્યાદામાં મારફતીયા દંપતિએ પેમેન્ટ નહી ચુકવતા ઉઘરાણી કરતા ૧૫ ચેક આપ્યા હતા જે પૈકી સાત ચેકો રૂપિયા ૯,૪૧,૩૬૨/-ના બેન્કમાં જમા કરાવતા રિટર્ન થયા હતા જેથી બાકીના ચેકો જમા કરાવ્યા ન હતા.  આ અંગે બી.એન.પેસર્સના ભાગીદાર સમીર, બી. લાખાએ તેમની સામે ચેક રિટર્નનો પણ કેસ કર્યો છે છતાંયે પૈસની ઉઘરાણી કરતા આરોપીઓએ પૈસા આપવાની ના પાડી છેતપપિંડી કરી હતી. બનાવ અગે પોલીસે રોબિનની ફરિયાદ લઈ દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application