સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના પાટીયા નજીકથી પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પીયો કાર સાથે બે મહિલા સહિત ચાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, નવસારી તરફથી એક સ્કોર્પીયો કાર આવતા તેને અટકાવી હતી અને તેમાં બેસેલ સચિન વિષ્ણુભાઈ પનેરી (રહે.મુંબઈ), રમેશ સુદરશન કોરી (રહે.બગુમરાગામ,તા.પલસાણા), ગીતાબેન ગણેશભાઈ પ્રજાપતિ (રહે.વેસુ,સુરત) તથા સવિતાબેન સંતોષગીરી ગૌસ્વામી (રહે.સુરત) નાઓને ઝડપી પાડ્યા હતા અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 207 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 34,650/- તથા કાર મળી એમ કુલ રૂપિયા 15.34 લાખનો મુદ્દામાલ પલસાણા પોલીસે કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500