Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા માંથી ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 4 ઈસમો ઝડપાયા

  • March 16, 2021 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, નવાગામની સીમમાં જ્યોતિપાર્ક સોસાયટીની સામે સુરતથી કામરેજ જવાના રોડ પર વોચ ગોઠવી હતી.

 

 

 

તે દરમિયાન બાતમીવાળી રીક્ષા નંબર જીજે/05/ડબલ્યુ/9583 આવતા તેને અટકાવી હતી અને તેમાં બેસેલ એક મહિલા સહિત ચાર ઈસમોને  ઝડપી પાડ્યા હતા અને તેમની પાસે રહેલ ત્રણ બેગમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો 40.775 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 4,07,750/-નો જથ્થો તેમજ રીક્ષા, મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,92,370/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગાંજાનો જથ્થો સુરત થી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. એસઓજી પોલીસે ચાર આરોપી લાલો ઉર્ફે શબ્બીર સંધી (રહે.રાજકોટ), રફીક રજ્જાક પીંજારા (રહે.રાજકોટ), તોફીક સંધી (રહે.રાજકોટ), છોટુ (રહે.સુરત) ને વોંટેડ જાહેરબ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

પકડાયેલ આરોપીઓ

આરીફ બશીરભાઈ મકરાણી (રહે.રાજકોટ)

અશોકભાઇ રામજીભાઈ ઘાવરી (રહે.રાજકોટ)

ભારતીબેન અશોકભાઇ રામજીભાઈ ઘાવરી (રહે.રાજકોટ)

સંજયભાઈ રાજકરણ પાંડે (રહે.અમેઠી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application