Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંડોળના એમ્બ્રોઈડરીના કારખાનામાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

  • August 24, 2021 

સુરતના ચોકબજાર પોલીસે ભરીમાતા રોડ પંડોળ રામેશ્વર ઈન્ડસ્ટ્રીલ એસ્ટેટ સ્થિત એમ્બ્રોઈડરીના કારખાનામાં લાકડાના પાર્ટીશન વાળી રૂમમાં જુગાર રમતા 5ને ઝડપી પાડયા હતા.
 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોકબજાર પોલીસે મોડીરાત્રે ભરીમાતા રોડ પંડોળ રામેશ્વર ઈન્ડસ્ટ્રીલ એસ્ટેટ પ્લોટ નંબર-12/એ, 13/એ, 14/એ, 15/એ ના ત્રીજા માળે આવેલ એમ્બ્રોઈડરીના ખાતામાં લાકડાની પાર્ટીશન વાળી રૂમમાં છાપો માર્યો જતો અને સ્થળ ઉપરથી જુગાર રમતા કારખાનેદાર કિરણ જીવાભાઇ પરમાર, દેવેન્દ્ર ઠાકરશીભાઇ સવાણી, ઉમેશ વલ્લભભાઇ માંગુકીયા, ગોવિંદ જીવાભાઇ પરમાર અને જીતેન્દ્ર સાદુળભાઇ સાટીયાના ઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 43 હજાર અને રૂપિયા 65 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application