સુરત શહેરનાં ડીંડોલીથી સુરત રેલવે સ્ટેશન જતી વખતે ડીંડોલી રોડ પર સીટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, ડીંડોલીથી સુરત રેલવે સ્ટેશન તરફ રવિવારે સવારે જઈ રહેલી સીટી બસમાં 15થી 20 મુસાફર સવાર હતા. તે સમયે ડીંડોલી રોડ પર સાંઈ પોઇન્ટ પાસે સીટી બસમાં ડીઝલનો પાઇપ ફાટી જતા અચાનક ધુમાડો નીકળવા માંડયો હતો. જેથી મુસાફરોમાં હલચલ મચી ગઇ હતી.
જયારે બસ ચાલેકે સમય સૂચકતા વાપરીને બસને સાઈડમાં ઉભી રાખી દેતા મુસાફરો વારાફરતી નીચે ઉતરી ગયા હતા. આ સાથે ડ્રાઇવર અને કંડકટર પણ નીચે ઉતરી જતા બચી ગયા હતા. ત્યારબાદ બસમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેનો કોલ મળતા ડીંડોલી સ્ટેશનના ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે ડ્રાઇવર સીટ, ડેસ બોર્ડ, વાયરીંગ સહિતને નુકસાન થયું હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application