સુરત શહેરના છેડાવાના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા બિલ્ડરે જમીનના ધંધામાં એક ટકા વ્યાજે લીધેલા રૂપિયા ૩.૭૧ કરોડ પૈકી રૂપિયા ૨.૭૯ કરોડ ચુકવી આપ્યા હોવા છતાંયે ફાયનાન્સરે બાકી નિકળતા રૂપિયા ૯૧.૫૦ લાખની સામે દસ ટકા વ્યાજ સાથે રૂપિયા ૧૩.૫૦ કરોડની માંગણી કરી સિક્યુરીટી પેટે લીધેલા સુરત અને વતનની મિલ્કતના દસ્તાવેજ પરત નહી કરી નાણા નહી આપે તો પરિવાર સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે, સરથાણા જકાતનાકા રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં માનસરોવર સોસાયટીમાં ગેટ નં-૭માં રહેતા મહેશભાઈ કરશનભાઈ રામોલીયા (ઉ.વ.૪૦) જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. મહેશભાઈને બે વર્ષ પહેલા ધંધા માટે નાણાની જરૂરીયાત થતા તેના મિત્ર ગીરીશ સગરને વ્યાજે નાણા અપાવાની વાત કરતા તેમને સિમાડાનાકા દિપકમલ મોલ પાસે પીઠડ એન્ટરપ્રાઈઝના નામથી ઓફિસ ધરાવતા ભરત ખીમજી વશરા પાસેથી ગત તા.૮ જુલાઈ ૨૦૧૯ થી ૬ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ટુકડે-ટુકડે કરી કુલ રૂપિયા ૩,૭૧,૦૦,૦૦૦/- એક ટકાના વ્યાજે લીધા હતા જેની સામે સિક્યુરીટી પેટે અડાજણના મોજે ગામ મોટા વરાછાના રે.સ.ન. ૬૫૩ બ્લોક નં-૬૩૧થી નોધાયેલા જમીન તથા જામજાધપુરના સમાણા ગામની રે.સ.નં ૨૨૩/૧એ પૈકી પૈકીર વાળી જમીન કબ્જામાં લીધી હતી અને નાણા પરત ચુકવી આપ્યા બાદ બને મિલ્કતો પરત આપી દસ્તાવેજ અને સાટાખત કેન્સલ કરવાની શરત નક્કી કરી હતી.
મહેશભાઈએ વ્યાજે લીધેલા પૈકી ૨,૭૯,૫૦,૦૦૦/- ચુકવી આપ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયા ૯૧,૫૦,૦૦૦/- આપવાની વાત કરી સિક્યુરીટી પેટે જમા કરેલા દસ્તાવેજ અને સાટાખત કેન્સલ કરવાની વાત કરતા ભર વશરાએ એક ટકાના બદલે ૧૦ ટકા વ્યાજની ગણતરી કરી રૂપિયા ૧૩,૫૦,૦૦૦/-ની માંગણી કરી નાણા નહી આપે તો મહેશભાઈ અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે મહેશભાઈની ફરિયાદ લઈ ભરત ખીમજી વશરા (રહે.મારૂતી બંગ્લોઝ રોયલ આર્કેડની બાજુમાં,સિમાડાનાકા) સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500