Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુના ઝઘડાની અદાવતમાં બાઇક સળગાવતા બે સામે ગુનો દાખલ

  • September 11, 2021 

અમરોલી વિસ્તારમાં આવેલા પ્રગતિનગરમાં મધરાત્રે અજાણ્યા ટીખળખોરોએ બાઇકમાં આગચંપી કરી હતી. રિક્ષામાં આવેલા ટીખળખોરોએ ૨૦ મિનિટમાં ૩ બાઇકને સળગાવી ભાગી જતા ચર્ચાનો વિષય બન્યો હતો. અચાનક ત્રણ બાઇકમાં આગ કેવી રીતે કલાગી તે જાવા માટે સ્થાનિકોએ સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક મકર્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી જેમાં લગભગ રાત્રે ૧૨ થી ૨ વચ્ચે ઓટો રિક્ષામાં આવેલા બે ઇસમોએ ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બાઇકને આગ ચાંપી ભાગી ગયા હતા. જેથી આખરે સ્થાનિકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલીના ગણેશપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પ્રગતિનગર સોસાયટીમાં રહેતા યોગેશભાઇ ભાર્ગવ, જ્યંતિભાઇ પરમાર અને જયદીપ શાહુની બાઇક એક દિવસ અગાઉ રાત્રે સોસાયટીમાં પાર્ક કરેલી હતી. ત્રણ બાઇક પૈકી એક બાઇક નવી હતી અને ત્રણે બાઇકો એક બીજાને અડાડીને પાર્ક કરેલી હતી. આ દરમિયાન મોડ઼ી રાત્રે ૧ વાગ્યાના સુમારે અચાનક ત્રણે બાઇકમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે સ્થળ ઉપર નાશભગ મચી ગઇ હતી. ઘટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવી લીધા હતા. વધુમાં ફાયર ઓફિસર વિજયકાન્ત તિવારીએ જણાવ્યું હતું કે, જે નવી બાઇક હતી તેની બેટરીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી અને અન્ય બાઇકો નજીક નજીકમાં જ પાર્ક કરેલી હોવાથી ત્રણે બાઇકમાં આગ પકડી લીધી હતી.

 

 

 

 

 

જોકે સદનસીબે નજીકમાં જ મીટર પેટી હતી ત્યાં સુધી આગ પહોંચતા પહેલા જ કંટ્રોલ કરી લેતા મોટી આગ પ્રસરતા રહી ગઇ હતી. જોકે આ હકીકત પર લોકોને વિશ્વાસ ન હોવાથી તેઓએ આ મામલે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અલગ જ હકીકત સામે આવી હતી. જેમાં ઓટો રિક્ષામાં આવેલા બે ઇસમોએ ત્રણેય બાઇક સળગાવી હોવાનું સામે આવતા આખરે સુનિલકુમાર અયોધ્યાર  પ્રસાદ આરક (રહે.ઘર નં-૫૭૪ પ્રગતિનગર ગુજરાત હાઉસિંગ બોડ÷ ગણેશપુરા અમરોલી) એ આલોક ઉર્ફે પપ્પુ દલાઇ (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ,અમરોલી), પપ્પુ શાહુ (રહે.કોસાડ આવાસ એચ-૫ અમરોલી) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંને ઇસમો સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ જુના ઝઘડાની અદાવત રાખી બાઇકો સળગાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application