સુરતનાં માંડવી તાલુકાનાં રૂપણ ગામે રહેતી મહિલાને એક યુવકે ઢીક મુક્કીનો માર મારી ધક્કો મારી નીચે પાડી દઈ ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કેવડીયા ગામે લગ્ન પ્રસંગમાં બે યુવકો વચ્ચે બોલાચાલી થતાં બંને પરિવારો સમાધાન માટે ભેગા થયા હતા તે સમયે યુવકે મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં રૂપણ ગામે રહેતા એક યુવકે મહિલાને મારમારતા ચકચાર મચી ગઈ છે. રૂપણ ગમે રહેતા રેલાબેન વીરસિંગભાઈ ચૌધરી (ઉ.વ.50, રહે.રૂપણગામ, નવાપરા ફળિયું) નાઓનો દીકરો યોગેશ ગત તા.24 જાન્યુઆરીના રોજ કેવડીયા ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.તે સમયે પ્રવીણભાઈનો દીકરો ધર્મેશ પણ લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં યોગેશ અને ધર્મેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી તા.25 જાન્યુઆરીના રોજ રેલાબેન ચૌધરી તથા તેમનો પરિવાર તેમજ પ્રવીણભાઈ ચૌધરીનો પરિવાર રૂપણ ગ્રામ પંચાયત ખાતે સમાધાન માટે ભેગા થતાં હતા. તે સમયે મિતુલ પ્રવીણભાઈ ચૌધરી (રહે.રૂપણ ગામ,તા.માંડવી) નાઓએ રેલાબેન સાથે બોલાચાલી કરી વાળ ખેંચી ઢીક મુક્કીનો માર મારી ધક્કો મારી રેલાબેનને ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રેલાબેનએ મિતુલ ચૌધરી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application