સુરતમાં ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીને તેના પુર્વ પ્રેમીએ કારમાં અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે લઈ જઈ શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કયું હતું. જોકે, યુવતી તેના તાબે નહી થતા તેણીને મારમાર્યો હતો. પાંચ દિવસ પહેલા બનેલા બનાવ અંગે યુવતીએ ગતરોજ હિંમત કરી તેની માતા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી વિસ્તારમાં રહેતા શિક્ષિકાની ૧૮ વર્ષીય દીકરીને ગત તા.૧લી સપ્ટેમ્બરના રોજ રોહીત સોમન મંડલ (રહે.સંતોષનગર, પરવતગામ) તેની કારમાં અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે લઈ ગયો હતો અને કારમાં જ તેણીને શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કયું હતું. જોકે યુવતી તેનો વિરોધ કરતા ઉશ્કેરાને યુવતીને મારમાર્યો હતો અને સામે યુવતીએ પણ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ યુવતીએ તેની માતાને તમામ હકીકત જણાવ્યા બાદ તેની માતાએ હિંમત આવતા ગતરોજ ફરિયાદ નોંધાવત પોલીસે રોહિત મંડલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં રોહિત ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે અને તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. રોહિત ચાર વર્ષ પહેલા તેની પડોસી સાથે તેના છોકરાનું પીપલોદ વિસ્તારમા આવેલ સ્કુલમાં એડમીશન કરાવા માટે ગયો હતો ત્યારે યુવતી સાથે પરિચય થયો હતો અને ત્યાંથી તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application