સુરત એલ.એચ.રોડ ગાંધી વિહાર સોસાયટીમાં રહેતા અને મહાબળેશ્વર ખાતે બાપા સીતારામ હોટલ ચલાવતા યશવંતભાઇ છગનભાઇ સાવલિયાએ પોતાનાં મિત્ર મારફતે ખાનપુર ગામનાં જમીન દલાલ ઇશ્વરસિંહ ઉર્ફે બચુકાકા છીતુભાઇ ચૌહાણ મારફતે ખાનપુર ગામની બ્લોક નંબર-211 વાળી 7 વીઘા જમીન કિંમત 3,76,000/-રૂપિયા નક્કી કરી સન-2008માં જિતેન્દ્રસિંહ ફતેસિંહ વાંસિયા પાસેથી રાખી હતી તથા ચેકથી પેમેન્ટ કર્યા બાદ તા.5/4/2008ના રોજ કામરેજ સબ રજીસ્ટાર કચેરીમાં રજીસ્ટર દસ્તાવેજ નંબર 2369 કરી આપી જણાવ્યું હતું કે, હાલ 7/12માં તમારુ નામ નોંધાવી દઈશ તો ખાતેદારમાંથી નીકળી જઇશ. હું ગામમાં બીજી જમીન ખરીદી લઉં ત્યારબાદ તમે કાચી નોંધથી લઇને પ્રમાણિત કરવા સુધીની કાર્યવાહી કરાવી આપીશ જેથી યશવંતભાઇએ સંમતિ આપી હતી.
જોકે, યશવંતભાઈ સાવલિયાને ધંધાનાં કામે બહાર જવાનું થતું હોય જમીન ખેડી શકે એમ ન હોય. વાર્ષિક રૂપિયા 11000/-ના ગણોતે જિતેન્દ્રસિંહને જમીન ખેડવા આપી હતી, જેનું ગણોત 2013 સુધી રાબેતા મુજબ ચુકવ્યું હતું અને 7/12માં નોંધ કરાવવાનું કહેતા ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી છેતરપીંડી થઇ હોવાનો શક જતાં તેમને કામરેજ મામલતદાર કચેરીમાંથી 7/12 કઢાવી હતી. તેમાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા (રહે.બગુમરા)ના નામની નોંધ થયેલી હતી. જે બાબતે જમીન દલાલ બચુકાકાને સાથે રાખી જિતેન્દ્રસિંહ અને અશોકસિંહને અમારી જમીનમાં તમારી નોંધ કેમ પૂછતા બંને એ થોડા દિવસ રાહ જુઓ અમે તમને કોઇ રસ્તો કાઢી આપીશુ.
પરંતુ સમય જતાં યશવંત સાવલિતાનાં નામની જમીનમાં નોંધ ન પડતા ખાનપુર ગામે જઇ આ બાબતે પુંછતા જિતેન્દ્રસિંહ અને અશોકસિંહે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તુ મહાબલેશ્વર હશે અને તારો પરિવાર અહીંયા હશે. તેમની સલામતી રાખવી હોય તો અહીંથી ચાલ્યો જા, અને જમીન તથા તે આપેલા પૈસા ભુલી જા એમ જણાવ્યું હતું. ત્યારબાદ યશવંત સાવલિયાએ પોતાનાં વકીલ મારફતે કામરેજ મામલતદાર કચેથીમાંથી સર્ચ રિપોર્ટ કઢાવતા તેને જમીન વેચવા અગાઉ હાજાભાઇ પુંજાભાઇ કડછાને પાવર એટર્ની કરી જમીન આપી હતી. હાજાભાઇએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર-637થી પ્રફુલ્લભાઇ છગનભાઇ ટાંકને આપી હતી અને તા.5/4/2008ના જિતેન્દ્રસિંહ તે જમીન અરજી વેચાણ દસ્તાવેજ 2369થી યશવંત સાવલિયાને વેચી હતી. જિતેન્દ્રસિંહ ફરીથી પાવર ઓફ એટર્ની કરી લાલજીભાઇ લવજીભાઇ સાવલિયાને વેચી હતી અને તા.2/9/2008થી લાલજીએ વેચાણ દસ્તાવેજ 5299થી પરેશભાઇ વાઘજીભાઇ નસીતને વેચી હતી. ત્યારબાદ ફરીથી જિતેન્દ્રસિંહ વેચાણ દસ્તાવેજ 2335થી તા.29/7/2006થી અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયાને વેચી હતી. આમ, જિતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણે એક જ જમીન વારંવાર વેચી તેનાં મળતિયા બગુમરા ગામનાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા સાથે મળી જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. બનાવ અંગે યશવંતભાઇએ તેમની જમીન પચાવી પાડવાના ઇરાદે પોતાનાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે છેતરપિંડી કાર્યની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500