Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ ખાતે 7 વર્ષીય બાળકી સાથે શારિરીક છેડછાડ કરનાર ઈસમ સામે ગુનો દાખલ

  • December 11, 2021 

સુરત શહેરમાં નાની બાળકીઓ સાથે શારીરિક છેડછાડના બનાવો સતત વધી રહ્યા છે જેમાં કામરેજ ખાતે પરિવારજનો સાથે રહેતી 7 વર્ષીય બાળકીને એક ઈસમે શારિરીક છેડછાડ કરતાં બાળકીના પિતાએ આ નરાધમ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, કામરેજ વિસ્તારમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય દીકરીને એક ઈસમ પોતાના ઘરે લઈ જતો હતો અને ત્યાં શારીરિક અડપલાં કરતો હતો એટલુજ નહીં આ વિકૃત મગજના ઈસમે આ સગીરાને પોતાની દુકાનમાં લઈ ગયા બાદ ત્યાં પણ બાળકીના ગુપ્ત ભાગે તથા છાતીના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલાં કરતો હતો.જયારે 7 વર્ષીય બાળકીએ આ ઘટના અંગે તેના પિતાને જાણ કરતાં બાળકીના પિતાએ આ વિકૃત મગજના ઈસમ જયવદન ઉર્ફે જયેશ ખુશાલ પંચાલ (રહે.કામરેજ,રાજનગર,કામરેજ) વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application