અલથાણ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતા 50 વર્ષીય અજય બંશરાજ સીંગ સાંજે તેમની પત્ની સાધનાબેન શાકભાજી લેવા ગયા હતા અને તે ઘરે એકલા હતા. ત્યારબાદ તેમના પત્ની સાધનાબેન શાકભાજી લઈને ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, જેથી તેઓએ દરવાજો ખખડાવતા અંદર કોઈ જવાબ નહીં મળ્યો હતો. જેથી તેઓએ આજુ-બાજુના લોકોને અવાજ આપી બોલાવ્યા હતા અને ત્યારબાદ દરવાજો તોડવાંમાં આવતા અંદર પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરીને મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં હતો.
અજયના પરિવારના સભ્યો જણાવ્યું હતું કે, અજયને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, તેઓ સચીન ખાતે યાન અને લૂમ્સ કારખાનું ધરાવતા હતા. લેણદારો નિલેશ, શૈલેષ, ગોવિંદ, સોની, અવાર-નવાર તેમના ઘરે જઈને તેમજ ખાતા ઉપર જઇ ઉઘરાણી કરતા હતા, અને ધમકીઓ પણ આપતા હતા. 28 લાખથી વધુની રકમ વિવાદ હોવાથી તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આખરે આ પગલું ભરી લીધુ હોવાના આક્ષેપ તેમના પુત્રએ કર્યા હતા. આ સાથે તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટ ઉલ્લેખ કર્યું હતું કે, લેણદારોના લીધે આ પગલું ભર્યું હતું અને રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે આ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500