બારડોલી તાલુકાનાં સરભોણ રોડ ઉપર આવેલા નિઝર ગામે રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ ત્રણ એન.આર.આઈ પરિવારોના બંધ મકાનોને નિશાન બનાવી અને મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ તોડી વિવિધ સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કરતાં ગ્રામજનોમા દહેશતનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં નિઝર ગામના તળાવ ફળિયામાં અને હાલ અમેરિકા રહેતા ઇશ્વરભાઇ કેવળભાઈ પટેલ તથા તેમના ભાઈ રમણભાઈના બંધ મકાનો સહિત તેમનાથી પાચ છ મકાન દૂર આવેલ યુ.કે નિવાસી એન.આર.આઈ દલુભાઈ કેશવભાઈ પટેલના બંધ મકાનો મળી કુલ ત્રણ મકાનોને ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
જયારે રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મકાનોના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટમાં રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ આજરોજ સવારે નિઝર ગામના રહીશને ત્રણે મકાનોના દરવાજા ખુલ્લા અને તૂટેલી હાલતમાં જોવા મળતા તેઓ ઘરમાં પહોંચ્યા હતા જોકે, કોઈ કીમતી ચીજવસ્તુઓ ચોરી થઈ ન હતી. પરંતુ તસ્કરો આ ત્રણે બંધ મકાન માંથી શું અને કેટલી ચીજ વસ્તુઓની ચોરી કરી ગયા તે જાણી શકાયું નથી. વરસાદી માહોલમાં બારડોલી પંથકમાં ઘરફોડ ચોરી તેમજ વાહનચોરી સહિતની ઘટનાઓ વધતાં બારડોલી નગરમાં પોલીસ પેટ્રોલીંગ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. (ઝીલકુમાર દ્વારા બારડોલી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500