સુરત શહેરનાં પલસાણા તાલુકાનાં સોનિપાર્ક 1 સોસાયટીના મકાન નંબર-84માં રહેતા દિલીપસિંહ રાજનંદનસિંહ એક્ષરીયા (60) નાઓ અમદાવાદ ખાતે દવા લેવા જવાના હોવાથી રાત્રીએ તેના નાના પુત્ર નવનીત કુમાર સાથે મોટરસાઇકલ નંબર જીજે/05/એએચ/4626 પર કડોદરા બસ સ્ટેન્ડ પર જઈ રહ્યા હતા.
તે સમય દરમિયાન બારડોલીથી કડોદરા તરફની બાજુએ હોરીઝન હોટલની સામે તેઓની મોટરસાઈકલને પાછળથી પુરઝડપે ગફલતરીતે આવતી જીજે/09/ઝેડ/2611નાં ચાલકે અડફતે લેતા પિતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા અને આ અકસ્માતમાં પિતા ટ્રક નીચે કચડાઈ જતા પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને નવનીત કુમારને 108ની મદદથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી મોટરસાઇકલને અકસ્માત સ્થળેથી ઠેઠ કડોદરા સુધી ઘસડી લાવ્યો હતો અને કડોદરા ખાતે ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટા દીકરા અમિતકુમારે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી.માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application