સુરત જિલ્લાનાં કડોદરા અરિહંત પાર્ક સ્નેહમિલન કોમ્પલેક્ષમાં બે દિવસથી બંધ ઘરમાં ગેસ લીકેજ હોવાથી ઘર ખોલી ગેસ ચાલુ કરવા જતા યુવકને ગેસ લીકેજના કારણે આગ લાગતા શરીર ઉપર દાઝી જવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અરિહંત પાર્કના સ્નેહમિલન કોમ્પ્લેક્ષમાં રહેતા જગદીશભાઈ રમણભાઈ માછી છેલ્લા બે દિવસથી ઘર બંધ હોવાથી તેઓ સવારે ઘર ખોલી રૂમમાં પ્રવેશ કરી ગેસ ચાલુ કરવા જતા લીકેજને કારણે ભડકો થયો હતો. જેમાં જગદીશભાઈ હાથ પગ મોઢા અને છાતીના ભાગે દાઝી જતાં સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને ચલથાણ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application