સુરતના માંડવી તાલુકાનાં ઉશ્કેર ગામમાં આવેલ રમેશ રામજી સાવલિયાના ફાર્મમાંથી માંડવી પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા 11 આરોપીની ધરપકડ કરી બાજીના 30 હજાર રોકડા તથા અંગઝડતીના 1.47 લાખ અને મોબાઇલ તેમજ વાહનો મળી કુલ રૂપિયા 27.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં કીમ માંડવી રોડ પર આવેલા ઉશ્કેર ગામમાં રમેશભાઈ રામજીભાઈ સાવલિયાના પટેલ ફાર્મ ઉપર ગોળના કોલાના સ્ટોરેજમાં જુગાર રમાતો હોવાની બાતમી માંડવી પોલીસને મળતા માંડવી પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડતા રમેશ સાવલિયા સમેત કુલ 11 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તીન પત્તીના જુગારના દાવ પરના 30,100/- રોકડા, તથા અંગઝડતીના 1.47 લાખ રૂપિયા રોકડા, 45 હજારના મોબાઇલ ફોન તેમજ પાંચ વાહનોની કીંમત રૂપિયા 25 લાખ મળી કુલ રૂપિયા 27.97 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી.
જુગાર રમતા પકડયેલા આરોપીઓ...
1.રમેશભાઈ રામજીભાઈ સાવલીયા,
2.ધર્મેશભાઈ દામજીભાઈ પટોડીયા,
3.હીતેશભાઈ ભીખુભાઈ ભુવા,
4.નારણભાઈ ગોવિંદભાઈ સોરઠીયા,
5.વિજયભાઈ પરસોતમભાઈ પટેલ,
6.જગદીશભાઈ બાબુભાઈ રોક્કડ,
7.રાજેશભાઈ હીરજીભાઈ મેનપરા,
8.મનિષભાઈ રાઘવજીભા છતરાડા,
9.ચિમનભાઈ ઠાકરસિંહભાઈ ડોબરીયા,
1.વિરાભાઈ દાનાભાઈ હુણ (રબારી) અને
11.ધર્મેશભાઈ ભોળાભાઈ બેલડીયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500